Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં સોયાબીનના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં એક સાથે જંગી ઉછાળો.. - GUJJUFAN

વિશ્વ બજારમાં સોયાબીનના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવમાં એક સાથે જંગી ઉછાળો..

આ વર્ષે સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સોયાબીનના ભાવના દિવસેને દિવસે પાંચ થી સાત રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટયાર્ડમાં પાકોની આવક દિવસેને દિવસે વધી રહી છે. ખેડૂતો પોતાના પાક લઈને માર્કેટયાર્ડ સુધી આવી ગયા છે અને લાંબી લાઈનોમાં ઊભા રહી ગયા છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1200 રૂપિયાથી લઈને 1311 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

જામજોધપુર માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1270 રૂપિયાથી લઈને 1400 રૂપિયા બોલાઈ રહ્યા છે. સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં સોયાબીન નો ભાવ 1350 થી લઈને 1450 રૂપિયા સુધી બોલી રહ્યો છે.

હળવદ ના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1260 રૂપિયાથી લઈને 1390 રૂપિયા સુધી બોલી રહ્યા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1380 રૂપિયાથી લઈને 1520 રૂપિયા સુધી બોલાય છે.

મોરબીના માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ સારા એવા બોલાઇ રહ્યા છે. રાજકોટ માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ 1350 રૂપિયાથી લઈને 1490 રૂપિયા સુધી બોલાઇ રહ્યા છે. જામજોધપુરના 1400 રૂપિયાથી લઈને 1472 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી વગેરેની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *