રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ને લઈને 20 જિલ્લામાં યલો એલર્ટ જારી કરાયું

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લામાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના વિવિધ જીલ્લામાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન ના પગલે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ અને મહેસાણા અતિભારે વરસાદની આગાહી ને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

કચ્છ, જામનગર, દ્વારકા, જુનાગઢ, ગીર, સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, સુરત, દાહોદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, છોટા ઉદયપુર માં ભારે વરસાદ ની આગાહી ને લઈને યલો એલર્ટ કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગે પહેલા જ કહી રાખ્યું છે કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેશે.

આના કારણે આ વખતે ચોમાસાની વિદાય ઓક્ટોબર પહેલા થવાની નથી સામાન્ય રીતે સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં ચોમાસું વિદાય થઇ જતું હતું. પરંતુ આ વખતે એવું નહીં થાય.

તમને જણાવી દઇએ કે આ વખતે મહિનામાં રેકોર્ડ વરસાદ થયો છે. જેને જોઈને વૈજ્ઞાનિક પણ ચોંકી ગયા છે. સતત થઈ રહેલા વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ અનુભવી છે.

આ વખતે સારા વરસાદને કારણે રાજ્યના અનેક ડેમોની સપાટી વધી છે. આ વખતે સારા વરસાદને કારણે ઘણી જગ્યા પર પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે.

અને ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું છે. અને અનેક રાજયોમાં એલર્ટ પર જારી કરવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *