આપ એક્શન મોડમાં / પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને કરાયા સસ્પેન્ડ, જુઓ લિસ્ટ..

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અત્યારથી તૈયારીમાં લાગી ગઇ છે. કેટલાક નેતાઓ પક્ષ પલટો પણ કરી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કાર્યકર્તાઓ અને નેતાઓ ને સસ્પેન્ડ કર્યા છે.

અમરેલી જિલ્લામાંથી 3 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરાયા છે.

આમ આદમી પાર્ટીએ પ્રેસ નોટ બહાર પાડીને ગાંધીનગર જિલ્લામાંથી ગુણવંત પટેલ સાબરકાંઠામાંથી મનહરદાન ગઢવી, મહેસાણામાંથી હસમુખ પટેલ ગીર સોમનાથ થી ભીખાભાઈ લીંબાણી અને મગનભાઇ ગજેરા પોરબંદર માંથી કનું જોશી,

રાજુ વાળા, આણંદમાંથી રવિ પટેલ, અરવિંદ ગોલ અમરેલીમાંથી નાથાલાલ સુખડિયા અને પરત પટોળીયા વડોદરામાંથી હિતેશ વોરા રાજકોટમાંથી વિજયકુમાર શેઠ મોરબીમાંથી ભરત બારોટ અને જામનગરમાંથી રમેશ કટારા બંને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા.

આગામી વિધાનસભાની ચૂંટણીને આમ આદમી પાર્ટી દિવસેને દિવસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને પોતાના કાર્યક્રમો પણ શરૂ કરી દીધા છે. દિવસેને દિવસે તેની લોકપ્રિયતા વધી રહી છે.

લાખો સંખ્યામાં શહેરો અને ગામડેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, ત્યારે ફરીથી આમ આદમી પાર્ટીના ત્રણ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *