સમાચાર

આપ / ગોપાલ ઇટાલીયા ની થઈ ધરપકડ, મહેસાણા પોલીસે કરી અટકાયત, જાણો શા માટે ?

રાજ્યમાં આદમી પાર્ટી જનવેદના મુલાકાત યોજી રહી છે, ત્યારે આ વચ્ચે એક અહેવાલ સામે આવી રહ્યા છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆત કરવા માટે ઊંઝા પહોંચે તે પહેલાં જ મહેસાણા પોલીસ એક્શનમાં આવી હતી. મહેસાણા પોલીસે ગોપાલ ઇટાલીયા ની ધરપકડ કરી છે.

મહેસાણા પોલીસે જૂના કેસમાં ગોપાલ ઇટાલીયા ની ધરપકડ કરી છે. 188 ના જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે, આપની લીગલ સેલ ટીમ મહેસાણા જવા માટે રવાના થઇ હતી.

બીજી તરફ મામલાની ગંભીરતા જોતા આમ આદમી પાર્ટીની ટીમ મહેસાણા જવા માટે રવાના થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આમ આદમી પાર્ટીમાં લોકોનો સહકાર સાથે લોક ચાહના મળી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતાઓ દિવસેને દિવસે જન સંવેદના કાર્યક્રમ યોજી રહ્યા છે અને તેમાં સફળતા મેળવી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પોલીસે જુના કેસ માટે ધરપકડ કરી છે.

28 જૂનના રોજ સોમનાથ મહાદેવના દર્શન કરીને ગીર સોમનાથ જિલ્લા થી જન સંવેદનાનું પ્રથમ ચરણ શરૂ કરવામાં આવ્યું હતું, જે 28 જુલાઇના રોજ બનાસકાંઠામાં અંબાજી ના ચરણોમાં વિરામ પામ્યુ, અને આજથી એટલે કે ૬ ઓગસ્ટથી જનવેદના મુલાકાતનું દ્રિતીય ચરણ પ્રારંભ કરવામાં આવ્યું છે.

ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દર્શન કરી મહેસાણા થી આ દ્રિતીય ચરણ ના પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી, મહેશ સવાણી સહિત મોટા કાર્યકરો હાજર રહ્યા હતા. તો બીજી બાજુ ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇટાલીયા ની વહેલી સવારે મહેસાણા પોલીસે ધરપકડ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *