Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપનો દબદબો / જિલ્લા પ્રદેશ પ્રમુખ જોડાયા આમ આદમી પાર્ટીમાં.. - GUJJUFAN

આપનો દબદબો / જિલ્લા પ્રદેશ પ્રમુખ જોડાયા આમ આદમી પાર્ટીમાં..

આમ આદમી પાર્ટી તેનું કદ વધારી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી લોકપ્રિયતામાં વધારો થયો છે. ગાયક કલાકાર વિજય સુવાળા, પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી, આંદોલનકારી પ્રવિણ રામ, પાટીદાર અગ્રણી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી અને આમ આદમી પાર્ટી માં જોડાવા પછી વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઇ રહ્યા છે.

તો બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એક બેઠક મળી છે. અને 22 ટકા લોકોએ મત આપ્યા છે. ત્યારે હવે ગુજરાત જાણીતા ખેડૂત નેતા અને એકિટ્વીસ્ટ રાજુ કરપડા એ પણ આમ આદમી પાર્ટી નો કેસ ધારણ કરી અને તેમાં જોડાયા છે.

રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો એકતા મંચના પ્રમુખ છે. તેઓ ખેતી માટે છેલ્લા પાંચ વર્ષથી સંકળાયેલ કામગીરી કરી રહ્યા છે.

રાજુ એ પાક વીમા કોણ ના આંકડાકીય રીતે પર્દાફાશ કર્યો હતો અને તેને પક્ષકાર તરીકે હાઇકોર્ટમાં PIL કરી હતી.  ત્યારે આમ આદમી પાર્ટી જોર દિવસેને દિવસે વધી રહ્યું છે. લોકો દિવસેને દિવસે વધુ ને વધુ આકર્ષાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી તરફ લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટીએ થોડાક સમય પહેલાં જ પ્રદેશ પ્રમુખ અને કેટલાક નેતાઓને પદ સોંપવામાં આવ્યું. આમ આદમી પાર્ટી દ્વારા લોકોનો પ્રશ્નના નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે.

લોકો તેને સારો પ્રતિસાદ આપી રહ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ખાતરી આપવામાં આવે છે કે, તમારા વિસ્તારમાં જે સમસ્યા છે. તેનું નિરાકરણ આમ આદમી પાર્ટી લાવશે જો મોટી સમસ્યા છે. તો થોડાક સમયમાં જ તેનું નિરાકરણ લાવી દેવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *