આપના નેતાનું મોટુ નિવેદન, ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, ખેડૂતોને…

આજે પત્રકાર પરિષદ યોજીને આમ આદમી પાર્ટી રાજ્યના પ્રવકતા સંજય પટે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં જાનમાલને નુકશાન માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે. સરકાર પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર ભારે વરસાદની ચેતવણી જારી કર્યા બાદ પણ સૂઈ રહી હતી. તેમને કહ્યું કે, જો સરકાર સમયસર જાગ્યો હોત અને બચાવ માટે રાહત તેમજ કોઈ સારા પગલા લીધા હોત તો આ નુકસાન થયું ન હોત.

તો તેમણે વધુમાં જણાવ્યું કે એલર્ટ જારી કર્યા બાદ તરત જ લોકોને સલામત સ્થળે લઈ જવા માટેનું કામ કર્યું હોત તો ઘણા લોકોના જીવ બચાવી શક્યા હોત.

પરંતુ આમ કરવાને બદલે સરકારે સંપૂર્ણપણે બેદરકારી દાખવી હતી. લોકોને તેમના પોતાના પર છોડી દીધા હતા. તેમને કહ્યું કે, કટોકટીના સમયે જ્યારે સરકારે લોકોના જોખમને ટાળવું જોયું હતું.

ત્યારે આવા સમયમાં સરકાર ક્યાંય દેખાઈ ન હતી. તેમણે વધુમાં જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ પહેલા ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં 17થી 19 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રી અને વહીવટી તંત્રએ આ એલર્ટને ગંભીરતાથી લીધું ન હતું

જેના કારણે આ બેદરકારી દાખવી હતી. આમ આદમી પાર્ટીના નેતાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, સરકારની બેદરકારીની કારણે આ નુકસાન થયું છે જે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *